Stop Spending So Much Time In Your Head
તમારા મગજમાં સમય પસાર કરવાનું બંધ કરો by Darius Foroux, લેખક ડેરીયસ ફોરોક્સ dariusforoux.com ઓગષ્ટ ૧૫, ૨૦૧૬ હું તમારા વિશે જાણ્યા વગર પણ તમારા વિશે થોડું જાણું છું. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમે તમારા મગજમાં ઘણો સમય પસાર કરો છો. તમને કહું: "વિચારવું, ચિંતા કરવી, તણાવ, ગભરાઈ જવું" તમે તેને જે પણ કહો. હું તેને "વિચારોથી ભરેલું મન" કહીશ, પણ ક્યા વિચારો? ૯૯% વિચારો નકામા હોય છે. વિલિયમ જેમ્સ તેને સારી રીતે કહે છે: "હું મારા પુરા જીવનમાં વ્યવહારુ બાબતોથી ભ્રમિત છું." વ્યવહારિક તત્વ જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, વાસ્તવિક પુસ્તકો અને વ્યવહારિક સલાહ. આ વિચાર યથાર્થવાદ (pragmatism) કે વ્યવહારવાદમાંથી આવ્યા, જે એક તત્વજ્ઞાન કે દાર્શનિક પરંપરા છે, જે અમેરિકામાં ૧૯મી સદીમાં પ્રચલિત થઈ હતી. ચાર્લ્સ સેન્ડર્સ પીઅર્સ જેઓ હાર્વર્ડ પ્રોફેસર હતા તેઓ "યથાર્થવાદ ના પિતા" મનાય છે, પણ વિલિયમ જેમ્સ, જેઓ એક તબીબમાંથી દાર્શનિક થયા જેમને ખરા અર્થમાં આ દર્શનશાસ્ત્રની વ્યાખ્યા કરી. વિચારો, ચિંતા, અને તણાવ વિશે વિલિયમ જેમ્સ કહે છે: યથાર્થવાદ એમ માને છે કે મન એક ઓજાર છે....