Stop Spending So Much Time In Your Head

​તમારા મગજમાં સમય પસાર કરવાનું બંધ કરો
​by Darius Foroux, લેખક ડેરીયસ ફોરોક્સ dariusforoux.com
​ઓગષ્ટ ૧૫, ૨૦૧૬

હું તમારા વિશે જાણ્યા વગર પણ તમારા વિશે થોડું જાણું છું. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમે તમારા મગજમાં ઘણો સમય પસાર કરો છો. 

તમને કહું: "વિચારવું, ચિંતા કરવી, તણાવ, ગભરાઈ જવું" તમે તેને જે પણ કહો. હું તેને "વિચારોથી ભરેલું મન" કહીશ, પણ ક્યા વિચારો? ૯૯% વિચારો નકામા હોય છે.

વિલિયમ જેમ્સ તેને સારી રીતે કહે છે: "હું મારા પુરા જીવનમાં વ્યવહારુ બાબતોથી ભ્રમિત છું." વ્યવહારિક તત્વ જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, વાસ્તવિક પુસ્તકો અને વ્યવહારિક સલાહ. આ વિચાર યથાર્થવાદ (pragmatism) કે વ્યવહારવાદમાંથી આવ્યા, જે એક તત્વજ્ઞાન કે દાર્શનિક પરંપરા છે, જે અમેરિકામાં ૧૯મી સદીમાં પ્રચલિત થઈ હતી.

ચાર્લ્સ સેન્ડર્સ પીઅર્સ જેઓ હાર્વર્ડ પ્રોફેસર હતા તેઓ "યથાર્થવાદ ના પિતા" મનાય છે, પણ વિલિયમ જેમ્સ, જેઓ એક તબીબમાંથી દાર્શનિક થયા જેમને ખરા અર્થમાં આ દર્શનશાસ્ત્રની વ્યાખ્યા કરી. વિચારો, ચિંતા, અને તણાવ વિશે વિલિયમ જેમ્સ કહે છે: યથાર્થવાદ એમ માને છે કે મન એક ઓજાર છે. તમારું મન તમારા માટે કામ કરવું જોઈએ. 

જે મનુષ્યો મનને નથી જીતી શક્યા તેઓ વિશ્વાસ નથી કરતા કે આ શક્ય છે. તેઓ કહે છે: "હું આ વસ્તુઓની વિચારણા કરી શકતો નથી." પણ તમે જરૂરી પ્રયત્નો દ્વારા આ કરી શકો છો. આ એક કુશળતા છે. બીજા શબ્દોમાં :" તમારામાં એ યોગ્યતા છે કે તમને શું વિચારવું. અથવા તમે ના વિચારવાનું પસંદ કરી શકો છો." અને આ એક ખૂબ અગત્યની અને ખૂબ વ્યવહારિક વસ્તુ છે જે તમે જીવનમાં શીખી શકો છો. મેં જ્યારે આ કલાને શીખી તે પહેલાં હું મારા મનમાં કલાકોના કલાકો વ્યસ્ત રહેતો હતો. જરા વિચારો તમે કેટલું વિચારો છો! અને તે યાદી લાંબી છે. જે સદંતર વ્યર્થ છે. એવી વસ્તુઓ જેના વિશે લોકોને પૂછવામાં આવે કે તમે કયા વિષય પર ચિંતિત છો? તમે જાણો છો તે વિચારો તમારી સાથે શું કરી રહ્યા છે? અપરાધભાવ, ગુસ્સો, દુઃખ.

મારો તમને એક જ પ્રશ્ન છે: તમારા વિચારોનો વ્યવહારિક કે વાસ્તવિક ઉપયોગ શું છે?.........

હા?......

 હું તમારા જવાબની રાહ જોઈ રહ્યો છું. હજુ જવાબ નથી મળ્યો? યથાર્થત:. 99℅ વિચારોનો કંઈ ઉપયોગ નથી! 

કયા વિચારો ઉપયોગી છે? ખરેખર, તમે દરેક નવા વિચારને અવગણી શકો છો. 

જો તમે સતત વિચારી રહ્યા છો, તો તમે તમારા મનને હજી શિક્ષિત નથી કર્યું. તમને તમારા મનમાંથી બહાર આવવું જ પડશે. જો નહીં, તો તમે મનોરોગી થઈ જશો. એમાં કોઈ અપવાદ નથી. એટલું કે તમે લગભગ એટલું વિચારો છો કે તમે જીવનમાં કંઈક ગુમાવી રહ્યા છો. શું તમે આજ સવારનો સૂર્યપ્રકાશ જોયો જ્યારે તમે જાગ્યા? કે વરસાદના ટીપા? શું તમે કોફીની સુગંધ પર ધ્યાન દીધું? શું તમે તમારા અનાજની રચનાનો અનુભવ કર્યો? જો તમારો જવાબ ના હોય તો તમારે ખરેખર તમારા મગજમાંથી બહાર આવવાની જરૂર છે. વિચારવાનું બંધ કરો અને માણવાનું શરૂ કરો. હવે તમે વિચારશો: " કે હું મારી જાતેજ કેવી રીતે મારા મનને નકામા વિચારો કરતા અટકાવીશ". જાગૃતિ, સજાગતા. એ અહીજ શરૂ થાય છે. જ્યારે તમે વિચારોમાં તણાવાનું શરૂ કરો, જાગૃત થઇ જાવ. તમારા મગજ પર ધ્યાન આપો. તમારામાંથી બહાર નીકળી વ્યર્થ ગડમથલ જે તમે વિચારી રહ્યા છો તેને ધ્યાનથી જુઓ. કોઈ તારણ પાર ન આવો. તમે મૂર્ખ છો તેમ ન વિચારો. જો તમે તેમ કરી રહ્યા છો તો તમે ફરી વિચારી રહ્યા છો. 

તમને જે કરવું છે તે, પોતાની જાતને આ કહો: "આહ, તે એક ખૂબ સારો વિચાર છે. હવે, ફરી વાસ્તવિકતામાં પાછા ફરીએ." શું તમે વાસ્તવિકતામાં પાછા આવી ગયા? શું તમે તમારી આંખો સ્ક્રીન પર કયા શબ્દો વાંચી રહી છે તેનો અનુભવ કરી રહ્યા છો? શું તમે તમારા હાથ માં તમારા ફોનને અનુભવી રહ્યા છો? શું તમે એ બાબતે વિચારી રહ્યા છો કે આ બધી માહિતીને હું મારા જીવનમાં કેવી રીતે ઉતારશો? ખૂબ સરસ. તમે તમારા મગજનો ઉપયોગ કરી રહ્યા છો, અને આનો કોઈ બીજો વિકલ્પ નથી. 

હવે તમારા મગજને વાપરતા રહો. કારણ કે હું તમને કહીશ કે આ પૃથ્વી પરનું સૌથી મહત્વનું ઓજાર છે.

Comments